Sunday 27 April 2008

નીકળી આવ Come on




by J.krushnamurti (Translated by Bhupatsinh Barot) ” બોધિ ” પુસ્તકમાથી સાભાર

મને સાઁભળ, ઓ મિત્ર !
તુઁ યોગી, સાધુ વા પુરોહિત હો,
વા પ્રભુનો પ્રેમી ભક્ત હો,
સુખ શોધતો યાત્રાળુઁ હો,
પુણ્યોદકમાઁ સ્નાન કરતો,
પવિત્ર તિર્થધામોમાઁ ઘુમતો
પ્રસઁગોપાત પુજક હો, કે ગ્રઁથોનો મહાવાચક હો,
કે અનેક મહામઁદિરો બાઁધનાર હો,-
મુજ પ્રેમ તુજ કાજ ઝુરે છે.
પ્રિયતમના હ્રદયનો માર્ગ હુઁ જાણુઁ છુઁ.

આ વ્યર્થ મનન ,
આ દિર્ઘ જહોમત,
આ અવિરામ શોક,
આ ચઁચળ મોજમજા,
આ દહતી શઁકા,
આ જીવનનો ભાર,
આ બધુઁ ય બઁધ થશે,
ઓ મિત્ર ! મુજ પ્રેમ તુજ કાજ ઝુરે છે.
પ્રિયતમના હ્રદયનો રાહ હુઁ જાણુઁ છુઁ.

પૃથ્વી પર મેઁ પરિભ્રમણ કર્યુઁ છે.
પ્રતિબિઁબો પર મેઁ પ્રેમ કર્યો છે.
આનઁન્દમસ્ત થઈ મઁત્રો મેઁ લલકાર્યા છે.
ભવ્ય વસ્ત્રપરિધાન મેઁ કર્યાઁ છે.
મઁદિરના ભવ્ય ઘઁટારવ મેઁ સુણ્યા છે.
અભ્યાસથી હુઁ જરાગ્રસ્ત થયો છુઁ.
મેઁ ખોજ કરી છે. અને હુઁ ભુલો પડ્યો છુઁ ?
હા, મેઁ ખૂબ જ જાણ્યુઁ છે.
મુજ પ્રેમ તુજ કાજ ઝુરે છે.
પ્રિયતમના હ્રદયનો માર્ગ હુઁ જાણુઁ છુઁ.

હે મિત્ર !તને હુઁ સત્ય આપુઁતો તુઁ છાયાઓ પર પ્રેમ કરે કે ?
તારા ઘઁટ, તારા ધૂપ, તારા ભય અને દેવો ત્યજી દે,
તુજ વિચારસરણીઓ, તુજ ફિલસુફીઓ દૂર કર,
આવ આ બધુઁય અળગુઁ કર,
પ્રિયતમના હ્રદયનો માર્ગ હુઁ જાણુઁ છુઁ.
હે મિત્ર ! સરળ સઁગમ જ ઉત્તમ છે.
આ જ પ્રિયતમના હ્રદયને પામવાનો રાહ છે.

(continue…….)

by J.krushnamurti (Translated by Bhupatsinh Barot) ” બોધિ ” પુસ્તકમાથી સાભાર

Saturday 19 April 2008

Whole world , You & key for Freedom

" in oneself lies the whole world , and if you know how to look and learn , than the door is there and the key is in your hand. Nobody on earth can give you either that key or the door to open, except yourself. "
" તમારી અઁદર જ અખિલ વિશ્વ રહેલુઁ છે. અને જો તમને " જોતાઁ " અને " શિખતાઁ " આવડે તો, દ્વાર ત્યાઁ જ છે અને ચાવી તમારા હાથમાઁ છે. તમારી પોતીકી જાત સિવાય પૃથ્વી ઉપર બીજુઁ કોઇ એવુઁ નથી કે જે તમને એ ચાવી આપી શકે કે દ્વાર ખોલી શકે. "
-j.krishnamurti

PEARLS OF RAVINDRANATH રવીન્દ્રનાથના મૌક્તિકો



GOD HONOURS ME WHEN I WORK હુઁ કર્મ કરુઁ છુઁ ને પ્રભુ મને સન્માને છે.

HE LOVES ME WHEN I SING હુઁ ગાન છેડુઁ છુઁ ત્યારે તેનો પ્રેમ વરસે છે.
MEN ARE CRUEL, BUT MAN IS kIND
મનુષ્યો ક્રુર હશે, પણ મનખો માયળુઁ છે.

EVERY CHILD COMES WITH THE પ્રત્યેક શિશુનુઁ આગમન

MESSAGE THAT એની એઁધાણી છે કે

GOD IS NOT YET પરમાત્માને હજુઁ મનુષમાઁ આસ્થા છે.

DISCOURAGED OF MAN
- Ravindranath Taigor

પતઁગિયુઁ THE BUTTERFLY







એક વાર પતંગીયાઓનું એક ટોળું વસન્તરુતુંમા વૃક્ષોનાં કોમળ પર્ણોની શીળી છાયાંમાં બેઠું હતું. અને સુર્યના સ્વરુપની ચર્ચા કરતું હતું. એમાં એક પ્રૌઢ પતંગિયું આગળ આવ્યું. એણે કહ્યું : હું ” જાઉં છું અને સુર્ય અંગેનું સત્ય શોધી લાવું છું.” બધા એની રાહ જોઇ બેઠાં. એ પાછું ફર્યું અને એણે કહ્યું : ” સુર્ય પ્રકાશ છે. અને એ એટલો બધો ઉગ્ર અને પ્રચંડ છે કે એની નજીક જવું અશક્ય છે. પતંગિયાઓએ કહ્યું : ” એ પુરતું નથી. અમારે તો સત્ય જાણવું જ છે.” બીજા પતંગિયાએ હામ ભીડી અને એ ગયું. એ પણ પાછું ફરીને આવ્યું ત્યારે એણે કહ્યું: ” સુર્ય ઉષ્ણતા છે, અને એ એટલી બધી ભારે ઉષ્ણતા છે કે એની પાસે કોઇ જઇ શકે એમ નથી. ” પતંગિંયાઓ આથી સંતોષ પામ્યા નહિં. વળી ત્રીજા પતંગિયાએ હિંમત કરી અને એ સુર્ય પ્રતિ સીધુ જ ઉડ્યું અને સત્યની એની શોધમાં એ પોતે ખપી ગયું. સત્ય સાથે એકરુપ થયું અને પાછું ફર્યું જ નહિં.
- જે.કૃષ્ણમુર્તી( ” બોધિ ” પુસ્તકમાંથી સાભાર )